એક વાત તો સાવ હવે નક્કી છે..
હોઠ અને આંખ બેઉં, ખરેખર..
મન અને હૃદયની ખરી વાચા છે..
એક હદ સુધી હોઠ પણ બોલે...
એકઠી હિમ્મત કરે, યા ચૂપ રહે..
પછી આંખ પૂરો ભાર સંભાળે છે..
નિઃશબ્દ થયેલ સૂકા ભઠ્ઠ હોઠને
નયન હૂંફાળા જળથી પખાળે છે..
ઝંઝાવાતે ભીંસાતા મૌન હોઠ કાજ
નયન અશ્રુધાર સતત વરસાવે છે...
મન-હૈયાની નિતનવી દરેક માંગણી,
હોઠ અને નયન મળીને સ્વીકારે છે..
હૈયાની વાતનો હરફ હોઠ ન ઉચ્ચારે,
ને, નયન સૌમ્ય રહી સૂર વહાવે છે..!
~|~ કેતન વ્યાસ
#હોઠ