#હોઠ
ગુંજ હો !
ઘેલું કરશે આજ ગાને વૃંદ હો !
સાદ મળશે જેનું હ્રદયે કુંજ હો.
યાદ કર કૈ આંખ નિંદર વાંછતી,
દર્દ કારણ હોય - નાકે ચુંક હો.
પોતિકાનો પારકાથી ભેદ - બસ
હોઠ જેના બંધ, આંખે બુંદ હો.
ગામ પુરાણું કહો તો એ જ - જ્યાં
શાંત શેરીમાં ય કાને ગુંજ હો.
હાડ 'ને હૈયા વિશે ના કૈ કદી
ભાખવું રે ભાગ્ય કામે ગુંચ હો.
--મનોજ શુક્લ.