(૨)
પ્રશ્ન ઉપર પ્રશ્ન થવા લાગ્યા અને જવાબ પણ અંદરની જ્વાળા ને ઠારે એવા આવવા લાગ્યા.
ફરી પ્રશ્ન થયો કે આ પ્રશ્ન પૂછે એ કોણ છે અને જવાબ આપે એ કોણ છે
ક્યાંય આ બન્ને કામ આ ચંચળ મન તો નથી કરી રહ્યું ને..!!
પણ વિશ્વાસ જેવું કશુંક બોલ્યું "ના જવાબ તો મનની એ ચંચળતાના અગ્નિને ઠારે છે"
અંદર છે કશુંક જે સમજે છે કે ભઈ..!! આ ખોટું છે આ સાચું છે.એનો ભેદ પારખી જાણે છે છતાંય આ બધાથી અલગ છે. સહદેવ જેવું છે જાણતું હોવા છતાંય પૂછો તો જ જવાબ આપે.
ગજબ રહસ્યમયી તત્વ છે કશુંક. ખબર નથી શુ છે બસ એટલી જ ખબર પડે છે કે, જ્યારે તમે એની સમીપે હોવ ત્યારે તમે રડી જ પડો. અચાનક જ રડવું ચાલુ થઈ જાય ખબર નહિ કેમ. અકારણ જ બસ રડવું.આ કદાચ,એનું કોઈ પગથિયુ હશે.
આ બધા સવાલ-જવાબો વચ્ચે હું શું જોઈ રહ્યો હતો એ ભુલાઈ ગયું.જોયું તો ખબર પડી ફોરાં ખબર નહિ ક્યારે બંધ થઈ ગયા હતા ને ક્યાંક દૂર ટમટમતા તારલીયા જેવો ભાસ થયો પણ ખરાઈ કરી શક્યો નહિ કે શું એ તારો જ હતો કે બીજું કાંઈ..!
બગીચા બાજુનો બલ્બ ચાલુ થયો કે બધું સાફ દેખાવા લાગ્યું. પણ, આ વખતે નજર ત્યાં ઉભેલા છોડવાઓ તરફ ગઈ અને એક ગજબનું વ્હાલ કરવાનું મન થઇ આવ્યું. ઉર્જા હતી એક અજીબ ઉર્જા.જેનો એહસાસ થયો બસ એ નીકળે છે સતત વહ્યા કરે છે ડિપેન્ડ કરે છે તમે ક્યાં અને કેટલી વાપરો છો.એનો સંગ્રહ થઈ શકતો હશે કે નહીં એના વિષે અજાણ છું.મને તો બસ એ સહજભાવે વહેતી લાગ્યાનો અહેસાસ થયો.
તન નાં કપડાં ભીનાં થઈ ગયા હતા એ બદલી નાખ્યા કારણ કે, નિરાંતે સૂવું હતું અને
મન નાં..!!?
Aiden Davies
-"રાહી"