#કમી
મધ્યમ વર્ગ ના માણસો નુ જીવન..
સૌ ના લાડ પ્રેમ નો હુ ગર્ભ મા આનંદ લેતો,
લાગણીઓ વ્યક્ત કરવા જન્મ ની કમી રહી ગઈ
હસતો રમતો હુ બધા સાથે નાનપણ માં,
ઉન્માદ વ્યક્ત કરવા વાચા ની કમી રહી ગઈ
નિશાળ, ટ્યુશન, સ્પર્ધા પરીક્ષા ની હોડ માં,
બાળપણ ની રમત ગમત ની કમી રહી ગઈ
કોલેજ, પાર્ટટાઈમ જોબ કરતા કરતા,
મિત્રો સાથે મહેફિલ ની કમી રહી ગઈ
નોકરી, લગ્ન, બાળક ના તાલમેલ માં,
ખુદ ની ખુદ સાથે ની વાત કમી રહી ગઈ
ઉભો ઝરૂખે આજે સંસ્મરણો વાગોડતો ત્યારે થયુ,
સૌ ભેગા મળીએ એ અવસર ની કમી રહી ગઈ
જો આજે મિત્રો, સ્નેહીઓ, સંબંધીઓ સૌ ભેગા થયા....(સ્મશાન માં)
ને બસ આજે જ "મિલન" તારી ત્યાં "કમી" રહી ગઈ........