◾ નમસ્તે મિત્રો.. મનની કલમની સંગાથે એક વાત અર્થાત મૌલિક રચના લઈ ને આવ્યો છું,
જે ખરેખર વાચીને કંઈક શિખવા મળે અને કંઈક સમજવા મળે તો પ્રતિભાવ જણાવશો...
◾ મિત્રતા પણ ઓનલાઇન બની ગઈ હોય એવું લાગે... કેમકે.. સ્માર્ટ ફોન ની સાથે સેલ્ફી અને સોશિયલ મિડિયા નો ઉપયોગ દિવસે દિવસે વધી રહ્યો છે, તેમા પણ આજના સમયમાં મિત્રતા માત્ર સોશિયલ મિડિયા પુરતું જ રહ્યું હોય એમ લાગી આવે છે.. જેમ કે...મિત્રો સાથે સેલ્ફી કે ફોટો હોવું જરૂરી છે,તો જ તે પ્રિય મિત્ર... પરંતુ શું મિત્રતા આ જ છે?
• મનની વાતો સાથે..........✍🏻
◾ વાત છે.... બે પ્રિય મિત્ર ની કે જે બાળપણથી સુખ અને દુખ મા સંગાથે રહીને નિસ્વાર્થ એકબીજાને સહકાર કરે એવા સાચા મિત્ર હોય છે,
પરંતુ બંન્ને દુર રહેતા હોય, જેમને દરરોજ મળવું અને સાથે રમતો રમવી બહું જ મુશ્કેલ છે,
પરંતુ વર્ષમાં બે વખત મુલાકાત થાય એ પણ શાળા ની રજા પડે ત્યારે એ સમયે... બાળ અવસ્થા હોવાથી કોઈ Online અથવા ફોન કોલ દ્વારા મળવું શક્ય નહિવત હતું,પરંતુ બંને સાચાં મિત્રને મળવાની ચાહના અને રજા પડવાની આતુરતામા રહેતા અને એ રજા મા બંનેનો મિત્રો ના પરિવાર મળે અને આ પ્રિય મિત્રોની મુલાકાત સાર્થક બને, જેથી બંને મિત્રો ની મુલાકાત આમ જ થતી અને આમ જ તેમણે બાળપણ ની મિત્રતા માણી હતી,
◾ હવે મિત્રો મોટા થાય એટલે કે કોલેજ જીવન માણતા યુવાનો બને અને Social media તેમજ Online રીતે મળી શકતા હતા, અને જીવન માનાં ઘણા રહસ્ય અને અવનવી વાતો બંને એકબીજા ને જણાવતા હતા પરંતુ એકબીજાને દરરોજ મળવું હજુ પણ શક્ય ન હતું, ફક્ત વર્ષમાં બે વખત મળી શકતા હતા... એ પણ અમુક દિવસો જ...
◾ પ્રિય મિત્રો ખરાં પરંતુ નહિવત રીતે મુલાકાત થતી હોય એ સંજોગોમાં સાથે હોય એવો એક ફોટો પણ નથી હોતો અને આજના Social media અને ડિજિટલ જમાનામાં મિત્રો સાથે સેલ્ફી કે ફોટો બહું જ ગૌણ વાત કહેવાય પરંતુ આ બંને એવા સાચાં મિત્રો કે સાથે કોઈ પણ પ્રકારની સેલ્ફી કે ફોટો નથી હોતો.પરંતુ આ બધાં જ થી દૂર એક અનેરી મિત્રતા ના સંબંધ મા બંધાયેલા હોય છે.
◾ ફક્ત પ્રિય મિત્રો ખરા પરંતુ એક અનેરી મિત્રતા કે જે નિસ્વાર્થ લાગણીની મિત્રતા અને આ Digital ના વંટોળે ચડેલી મિત્રતાથી કંઈક અલગ સાચી મિત્રતા.
• અહીં ફક્ત ઉપર ની વાત પરથી એટલું કેહવા માંગીશ કે........
Digital સમયમાં કોઈ સેલ્ફી કે ફોટો મુલ્યાંકન નથી કરી શકતું સાંચી મિત્રતાને
મિત્રતા એક સાંચી લાગણીઓના સિંચનથી થાય છે, એકબીજા ને સમજવું, મિત્રો ને નિસ્વાર્થ મને દુઃખ તેમજ સુખમાં સાથ આપવો, સંગાથે રહી મુશ્કેલી માથી બહાર લાવવો બિજા મિત્ર ને !!...આ જ મિત્રતા છે...
મિત્ર સાથે એક ફોટો પણ ના હોય પરંતુ જો એક મિત્ર મુશ્કેલીઓ મા હોય અને બીજો મિત્ર ને વગર બોલ્યે ખબર પડી જાય ,એક અનુભુતી થઈ જાય,અને સહકાર આપવા પ્રતિબધ્ધ થાય,બસ આ જ સાચી મિત્રતા છે....
તેમજ મિત્રતા માટે કોઈ વસ્તુ કે કોઈ સાબિતી મહત્વનું નથી, મિત્રતા તો ફક્ત બંને મિત્રો ની વચ્ચે એક સાચો મિત્ર પ્રેમ કે ભાવના જ મહત્વની હોય છે,
આમ, આ સોશિયલ મીડિયા ની મિત્રતાને માણવાની સાથે સાથે બહાર એક સાચી મિત્રતાને માણીએ અને પ્રિય મિત્રો ને સહકાર કરીએ..... નિસ્વાર્થ ભાવે હવે મિત્રતાના સંબંધ ને માણીએ....
- મહેતા મિહિર 'મન'