Gujarati Quote in Quotes by Harshad Patel Pij

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાલ, આખા દેશ ને દુનીયામાં કોરોના વાઇરસ પથરાયેલો છે તો તેનાથી બચવા અમુક જરુરી મુદ્દાઓ...મારા તરફથી મફત.

1) હાલ કોઇના ઘરે ખાલી અથવા મહેમાન બનીને જવું નહી જાવ તો તેમની કોઇપણ ચીજને અડવું નહી
2) જયાં સુધી કોરોનાની દવા શોધાય નહી ત્યા સુધી કોઇને આપણા ઘરે મહેમાન બનવા બોલાવવા નહી
3) જો તમારા ઘરે કોઇ આવે તો તેમના હાથ સેનેટાઇઝરથી જરુર સાફ કરાવવા ને મોંઢે માસ્ક પહેરવાનું જરુર કહેવું બની શકે તો તેમના શરીરનું તાપમાન પણ જરુર ચેક કરવું
4) તમારા ઘરનો ડોર બેલને વારંવાર સેનેટાઇઝરથી સાફ કરવો કારણકે તમારા ઘરે રોજ ઘણાબધા આવતા હશે તેથી ડોરબેલનો વપરાશ પણ વધુ થતો હશે
5) ઘરમાં અનેક વખત વપરાતી ચીજોને વારંવાર સેનેટાઇઝરથી સ્પે કરવી
6) બજારમાંથી તમે લાવેલ કોઇપણ ચીજને તરત ઘરમાં ના લઇ જવી પરંતુ તેને એક અલગ જગ્યાએ સાચવીને થોડોક સમય લટકાવી રાખો ત્યાર પછી તેને ચોખ્ખા પાણીથી સાફ કરવી પછી જ તેને વપરાશમાં લેવી
7) તમારા બહારના પગરખાં ઘરમાં કદી ના લાવો ને ઘરના પગરખાં ઘરમાં જ પહેરો તેનો બહારી ઉપયોગ કદી ના કરો
8) હમેશાં તમારુ પોતાનું એક નાનું સેનેટાઇઝર પર્સમાં જરુર રાખો જો તમે બહાર જતા હોય ને કોઇ બહારની ચીજોને હાથ અડી જતો હોય તો તમારા હાથ સેનેટાઇઝરથી વારંવાર ધોવો
9) તમે બજારમાં જાવ તો ઘડીયાળ વીટી કે દાગીના એવી કોઇ પણ ચીજ પહેરીને ના જાવ કારણકે તે ચીજોને કોરોના જલદી વહન કરી શકેછે ને તેથી કોરોના આસાનીથી તમારા ઘરમાં આવી શકેછે
10) ઘરમાં ને બહાર હમેશાં માસ્ક પહેરવું ને બે વચ્ચે એક મીટર જેટલું બોલવામાં અંતર રાખવું
11) પૈસાની લેવડદેવડનો વ્યવહાર બની શકે તો ઓન લાઇન કરવો રોકડ લેવડદેવડ બને ત્યા સુધી ઓછી કરવી
12) ને છેલ્લો મુદ્દો એ કે બહારની ચીજો ખાવાની બંધ કરવી

(બસ આટલા મુદ્દાઓ ઉપર જરા તમે સજાગ થશો તો તમારી સલામતી માટે તમે ઘણુ બધુ કર્યુ કહેવાય)

Gujarati Quotes by Harshad Patel Pij : 111540596
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now