ડુબીએ કે તરીયે,કશ્તિ સદા રાખી વમળમાં,
કમી નથી રાખી ક્યારેય સબંધો સાચવવામાં,
હૃદય થી જીવ્યા હંમેશાં, બુદ્ધિ નો એમાં ભાગ નથી,
કમી રાખી નથી ક્યારેય કરી પ્રયાસો ખંતથી જીવવામાં,
સુખ-દુઃખના અહેસાસને, મૂકી બાજુ પર જિંદગી માણી,
કમી નથી રાખી ક્યારેય, મોજથી જીવન જીવવામાં,
ગમો મારી જિંદગી ના, જાણ્યા છે ગટગટાવી,
કમી નથી રાખી ક્યારેય,લાગણીઓને વરસાવવામાં,
હૃદય પર કરચલીઓ, કયારેય પડતી નથી,
કમી નથી રાખી ક્યારેય, સૌ શોખ જીવતા રાખવામાં,
પોતાની જાતને મળવાની, જાગી પ્યાસ છતાંય,
કમી નથી રાખી ક્યારેય, જવાબદારીઓ સંભાળવા માં,
પ્રકાશિત રાખ્યું છે, તેજ દીવામાં અકબંધ,
કમી નથી રાખી ક્યારેય, તેનું તિમિર ધુમાડામાં રાખવામાં.
#કમી