#કમી
ચાંદ ની ચાંદની માણ્યા પછી
સુરજ ની રોશની પણ પાછી પડે
પણ એ બન્ને ને માણતા તારી કમી મને લાગી આવે
કોયલ ના કોલાહટ ને માણ્યા પછી
સંગીત નો એ સૂર પણ આછો લાગે
પણ એ બંને ને માણતા તારી કમી મને લાગી આવે
વરસાદ ની એ બૂંદો ને માણ્યા પછી
મિજબાની ની મજા પણ પાછી લાગે
પણ એ બંને ને માણતા તારી કમી મને લાગી આવે
ઠંડા એ વાયરા ની મહેસૂસી માણ્યા પછી
એરકન્ડિશનર ની ટાઢક પણ આછી લાગે
પણ એ બંને ને માણતા તારી કમી મને લાગી આવે
હા, જિંદગી ની દરેક પળ માણતા
તારી કંઈ મને ઘણી લાગી આવે....
-પર્લ મહેતા