હુ ખુલ્લી કિતાબ બની ગયો
ના જાણે શું કરાવશે આ જિંદગી
થોડા માંથી વધારે ખરાબ બની ગયો
હતું એક સાત્વિક જીવન જીવવું છે
પણ બધી ખોટી આદતો અપનાવતો ગયો .
આદત માં એટલો ખોવાઈ ગયો
મારું નામજ ભૂલી ગયો .
કોઈ ને વહાલ તો કોઈ પર ગુસ્સો કરતો ગયો .
મારું અસ્તિત્વ ...જેમાંથી ખાલી અસ્તી રહી અને તત્વ વહી ગયુ .
આમતો બઉ કઠોર છું પણ ...લાગણી ના આ દરિયામાં ખેંચતો ચાલ્યો ગયો .
માટેજ ......
હુ ખુલ્લી કિતાબ બની ગયો .
- હેત