આજનો વિષય છે કમી.
આજના સમયમાં બધાનાં જીવન માં કંઈ ને કંઈ કમી છે,
કોઈ ને પૈસા ની કમી , કોઈ ને બાળક ના હોય તેની કમી, કોઈ ને બધું હોય પણ પોતાના શરીર માં કંઈ ને કંઈ કમી હોય છે,
પણ એનો મતલબ એ નથી કે તે કમી સાથે જીવવા નું ,
કોઈ ને પૈસા ની કમી હોય છે,તો તે પોતાના , બાળકો ના, તેની પત્ની ના શોખ પૂરાં નથી કરી શકતા, પણ એ શોખ ને મરવા નહીં દેતા, કોઈએ મને કહ્યું છે કે આપણા શોખને જીવંત રાખવાના એને પૂરાં કરવાના.
તમારી પાસે પૈસા ની કમી છે તેનાં કારણે તમે નવો ધંધો ના કરી શકો , પણ ભગવાને તમને મગજ આપ્યું છે, તમારામાં કમી હોય તો સામે ટેલેન્ટ પણ એટલું હોય જ છે,
ભલે પૈસા ના હોય પણ તમારા માં રહેલા ટેલેન્ટ થી તમે કંઈ પણ કરી શકો છો.
મતલબ માં કહેવાનું એટલું જ કે તમારા માં રહેલી કમી ને તમારી કમજોરી ના બનાવો, તેને તમારી તાકાત બનાવો.
પછી જો તમે સફળ ના થાવ તો કહેજો.
#કમી