જીવનમાં તારી કમી પણ કૈક એવીજ છે,
જેમકે છપ્પન ભોગ હોવા છતાં,
કાનાને જમતી વખતે યશોદા ને ગોકુળ યાદ આવે,
ગોપીઓનો માખણ યાદ આવે,
દોહિતી ગાયોના આંચળ થી નીકળતી દૂધ ની ધાર યાદ આવે,
ને બધું હોવા છતાં પણ કૈક છુટેલું મિસરી જેવી રાધા યાદ આવે,
એ કમી નો એહસાસ જ્યારે યાદ આવે,
ત્યારે કાના ની આંખોમાં પણ ક્યાંક એકાદ ટીપુ વહી આવે.
B+ve
#કમી