#કમી
"અરે, આપણી પાસે રૂપિયાની શી કમી હતી? તોય તે પૂછ્યા કર્યા વગર પેલા પંદર વર્ષ જૂના કબાટના બે હજાર રૂપિયા નક્કી કર્યા ? તને તો ખબર છે ને કે કાકા કઈ રીતે પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે ? " આમ બોલીને કશ્યપ પોતાની પત્નિને ખખડાવી રહ્યો હતો. હવે કશ્યપની પત્નિ કવિતાને એમ કે મફતમાં વસ્તુ આપીએ તો વસ્તુની કોઈ કિંમત ના રહે અને સામેવાળાને એમ થાય કે નકામું છે એટલે આપી દીધું. એટલે કબાટના રૂપિયા નક્કી કર્યા હતા પણ હવે પોતે નક્કી કરેલા રૂપિયા કાકા પાસેથી લેશે ખરી પણ ભવિષ્યમાં કાકાના દીકરાને ભેટ સોગાદ ના રૂપમાં એ રૂપિયા પાછા આપી દેશે એવી કવિતાએ કશ્યપને ખાતરી આપી.