લાગણીઓ બેહિસાબ નિલામ થાય છે મારી,
હયાતી રોજબરોજ નાબૂદ થાય છે મારી,
કેવી રીતે સમજાવું જાતને કે કેટલી બાદબાકી થાય છે મારી.
જીવ મુંઝાય છે,શ્વાસ રુંધાય છે મારો,
તોય આક્ષેપ આવે કયાંક મારો,
કયાં જઈને જણાવું રોજનો રડવાનો હિસાબ મારો.
દરેક આંસુને પી જઈશ પ્રભુ,
નહિ ખોવાઈ તારા પરનો વિશ્વાસ મારો,
તું જ છે બે કસુર હોવાનો એકમાત્ર પુરાવો મારો.