ચા ની ચાહના
__________
ચા શરીર માટે અનુકૂળ ના હતી એ હું જાણતો હતો,
પણ ચા ની ચાહના થી હું દોસ્તી બનાવતો હતો.
મીઠાશ જીવન ની હું ઉકાળતો હતો,
આમ જ હ્રુદય મારૂ બધા ને પીરસતો હતો.
સમય સાથે સમય પણ ફરતો હતો,
ચા નો નશો હવે પેગ માં ફરતો હતો,
ખીસ્સા ને પણ નાં પરવડે એટલે પરીવાર ટુંકો થતો હતો.
કુપળો પણ હસતી હતી,સાથે રહેલા પાંદડા પણ ખરતા હતા,શ્વાસ લેવા હવા નાં ઝોકા પણ હવે ક્યાં મળતા હતા?
ચા ની ચાહના શરીર માટે અનુકૂળ નથી એ પણ હું જાણતો હતો,
છતાં ચાહના ચા ની હું માણતો હતો.