*રાધાની વેદના તો દુનિયા એ જાણી પણ માધવની વેદના અજાણી*
*હૈયા ના ગોખ મહી સાચવી ને રાખી ને હોઠ પર ક્યારેય ના આણી*
*રાધા એ શબ્દોના બાણ ઘણા માર્યા પણ માધવ ના ખોલે કંઈ વાણી*
*વાંસળીના સ્વરમાં પણ વહેતી ના મુકે એ, માધવ તો મનના બંધાણી*
*માધવની નજરો માં છાનું છાનું જોયું ત્યાં ઝાંખી એ મુજને દેખાણી*
*ઝળું ઝળું સાવ થતી આંખોમાં વાદળ ને વાદળમાં વેદનાના પાણી*
*રાધા રે રાધા આ મૂંગા તે માધવની વેદના છે તુજ થી અજાણી*
*તારી તે પીડાના કોચલામાં તુજને એ કદીયે ના થોડી સમજાણી?!*
*એક વાર માધવના મનને તું વાંચજે ખૂટશેના આંખોના પાણી*
*“શ્રાવણી” તો શ્રાવણના જળમાં જઈ ડૂબી કે કોણ એને બ્હાર લેશે તાણી?*