ગીતા નો પાઠ જેણે દુનિયા ને આપ્યો
ધર્મની રક્ષા કાજ જેણે વિધ્વંશ નો સહારો લીધો
એવા કૃષ્ણજી ને બધાઈ જન્મદિવસ ની...
સ્ત્રીના માન કાજ ચિર દ્રૌપદી ના પૂર્યા
ગિરનાર આંગળી એ ઉંચકી રક્ષા નગરજન ની કરી
એવા કૃષ્ણજી ને બધાઈ જન્મદિવસ ની....
એ જ હાથે વાંસળી ધરનાર ને
એ જ હાથે સુદર્શન ફેરવનારા
એવા કૃષ્ણજી ને બધાઈ જન્મદિવસ ની....
સૌની રક્ષા કાજ સંહાર કંસ મામા નો
ને ધર્મ ને જીવંત રાખવા નવજીવન પરીક્ષિત ને
એવા કૃષ્ણજી ને બધાઈ જન્મદિવસ ની....
માખણ ચોર નંદગોપાલ ને
ગોપીઓ સંગ રાસ રચાવનાર ગોપાલ
એવા કૃષ્ણજી ને બધાઈ જન્મદિવસ ની....
જય શ્રી કૃષ્ણ
-પર્લ મહેતા