તારી પાસે બસ પ્રેમ અને પ્રેમ માંગુ છું,
બસ તારા દિલમાં મારું સ્થાન માંગુ છું,.
જીવનના પંથે તારો સાથ માગુ છુ,
સાથે જીવીશું સાથે મરીશું એવો સાથ માગુ છુ.
નથી કરતી તું પરવાહ દુનિયા શું કહેશે,
તારી પાસે હંમેશા નીડરતા વાળો પ્રેમ માંગુ છું,
મારા દિલની વેદના તું સારી રીતે જાણે છે,
એટલે જ લાગણી નો દરિયો તારી પાસે માંગુ છું,
નથી રાખી તે આસ બંગલા,ગાડી ને પૈસા મારી પાસે,
બસ આને જ પ્રેમ માનું ને આવો જ પ્રેમ માંગુ છું,
જીત ગજ્જર