Gujarati Quote in Thought by Kalpesh Trivedi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Dt.12.8.20 બુધવાર
*આજ નો મંત્ર *
V: વ્યાયામ
વ્યાયામ શબ્દ
આવતા શાળા નો PT. નો પિરિયડ યાદ આવી જાય. અત્યારે Competition ના સમય માં માત્ર ભણતર ના ભાર ના અને ઘણી શાળાઓ માં મેદાન ના રહેવા ના કારણે અભ્યાસ કાળ દરમિયાન શીખવાડાતુ વ્યાયામ નું જ્ઞાન ભુલાતુ જાય છે.
વ્યાયામ ના પિરિયડ માં જુદી જુદી કસરતો શીખવાડવા માં આવતી. કબ્બડી, ખોખો, નાગોલચુ, વોલીબોલ વિગેરે જેવી સામુહિક રમતો રમાડવા માં આવતી. લોખંડ ના દડા ફેંક, ભાલા ફેંક, લોખંડ ની રકાબી ફેંક જેવી, લાંબી કુદ, ઊંચી કુદ, દોડ વિગેરે રમાડવા માં આવતા. તેના હિસાબે આત્મવિશ્વાસ, સંગઠન ની ભાવના, હાર -જીત નો અભિગમ, નેતૃત્વ નો ગુણ અને મિત્રતા ની ભાવના વિકસિત થતી.ગામડે ગામડે અને દરેક શહેર માં અખાડા જોવા મળતા.
સમય ની સાથે બધુજ પરિવર્તિત થઈ રહ્યુ છે. મોબાઈલ ના યુગ માં રમતો કમ્પ્યુટર અને મોબાઈલ ઉપર રમાવા લાગી છે. પૈસા ખર્ચી તંદુરસ્તી મેળવવા જીમ માં જવુ પડે છે. માનવી એકાકી પણુ અનુભવે છે. વ્યક્તિ માં મારૂ શુ? મારે શુ? જેવી સ્વાર્થ ભાવના વધતી જાય છે. તેવા સમયે શૈક્ષણિક જગત અને માતા પિતા એ જાગૃત બની વ્યાયામ નું મહત્વ સમજવુ પડશે.
ધ્યાન, વ્યાયામ, યોગ, પ્રાણાયામ,ચાલવુ સાઈકલિંગ, સ્વિમિંગ, જીમ વિગેરે તરફ અત્યાર ની યુવા પેઢી જાગૃત બની રહી છે તે આનંદ ની વાત છે. વન પ્રવેશ પછી તો દરેક વ્યક્તિ એ અનુકૂળ વ્યાયામ કરવોજ જોઈએ. શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે આપણે નિત્ય વ્યાયામ નું મહત્વ સમજી,સમય ફાળવીશુ - બાળકો ને સામુહિક રમત - ગમત માં રુચિ લેતા કરીશુ, તો આપણા માટે - સમાજ માટે ઉપયોગી બની શકીશુ.

*Exercise not only change your body...it changes your mind, your attitude and your mood*

*Exercise in any form acts as stress reliever...being active can boost your feel good endorphins and distract you from daily worries*

જયગુરુદેવ.
જય શ્રી કૃષ્ણ.
શુભ પ્રભાત.

આપ સૌ ને ક્રૃષ્ણ જન્મદિવસ ની હાર્દિક શુભકામના 🙏🏼🙏🏼🙏🏼

🙏🏼🌹કલ્પેશ ત્રિવેદી 🌹🙏🏼

Gujarati Thought by Kalpesh Trivedi : 111538820
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now