Gujarati Quote in Poem by Jayvant Bagadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાનુડા હું તને શોધતો રહયો
____________________


માખણ ની મટકી માં હું તને શોધતો રહયો,
અને તું ' અમૂલ ' ની મસ્તી માં ખોવાઈ ગયો,
કાનુડા હું તને સદા શોધતો રહયો.

જમના કિનારે અને ગોકુળ ની ગલીઓ માં તને શોધતો રહયો,
અને તું ' ગોકૂલ ' નાં દહીં માં સમાઈ ગયો,
ગોવાળીયા હું તને સદા શોધતો રહયો.

દ્રોપદી નાં ચીર તું પૂરતો ગયો પણ અહી
ફેશન નાં નામે સખીઓ નાં ચીર હરણ કરતો રહયો,
લીલા કૃષ્ણ ની હું સદા શોધતો રહયો

રાધા ની બંસરી માં હું તને શોધતો ગયો,ને તું ડિસ્કો નાં સાઉન્ડ માં નાચતો રહયો,
કાન હું તને સદા શોધતો રહયો.

માધવ ક્યાંય નથી મધુવનમાં , હરીન્દ્ર દવે લખતો ગયો,
છતાં હું તુજ ને તુલસી માં અને મંદિર મા પૂજતો ગયો,
તું સદા મુજ પર હસતો રહ્યો,અને હું તારી લીલા ને ભજતો રહયો.,
હું તને સદા શોધતો રહયો.


ખાસ નોંધ: ફક્ત પ્રાસ બેસાડવા માટે છૂટછાટ લીધેલ છે. માનનીય લેખક_ સાહિત્યકાર શ્રી હરિદ્રભાઈ દવે ને તુકારા શબ્દ નો પ્રયોગ કરેલ છે તે બદલ માફી ચાહું છું.

Gujarati Poem by Jayvant Bagadia : 111538738
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now