ક્યાંક તો મળીશ ને "તું"
મરુભૂમી જેવી ઝીંદગીમાં મૃગજળના ઝાંઝવાની જેમ
ક્યાંક તો મળીશ ને તું..
ઠંડા પવન ની લહેરો વચ્ચે મહેકતી ખુશ્બૂની જેમ
ક્યાંક તો મળીશ ને તું..
કાજળઘેરી કાળી રાતોમાં એક રંગીન સપનાની જેમ
ક્યાંક તો મળીશ ને તું..
બદલાતી મૌસમ વચ્ચે થતા એક મીઠા એહસાસની જેમ
ક્યાંક તો મળીશ ને તું..
તને યાદ કરતી સોનેરી પળોમાં ગાલ પરની લાલીની જેમ
ક્યાંક તો મળીશ ને તું..
સમયની સંતાકૂકડીમાં તને શોધતી એ બહાવરી આંખોમાં
ક્યાંક તો મળીશ ને તું..
સુકાતા સંબંધોમાં અનુભવાતી એક લાગણીની ભીનાશની જેમ
ક્યાંક તો મળીશ ને તું..
તારી રાહ જોતી, તને યાદ કરતી એ નજરોમાં
ક્યાંક તો..... મળીશ ને "તું"
- પ્રાચી પટેલ