આંસુ હોય મારી આંખમાં તો એ રડી પડે છે
મારી એક ખુશી માટે એ બધાં સાથે લડી પડે છે
મંઝિલ ના એક- એક મુકામે જ્યારે પણ એની જરુર પડે છે
સાથ આપવા મારો એ હંમેશાં તૈયાર રહે છે
ઘણી વાતો આ મન બધાંથી છૂપાવે છે
એ એક છે જે મારી આંખો થી બધું વાંચી લે છે
મારી પસંદ નાપસંદ બધું એ જાણે છે
અવનવા ઉપાયોથી એ હંમેશા મને ખુશ રાખે છે
મારી એક હસી માટે પોતાના સેંકડો ગમ છુપાવી દે છે
કેવો છે આ પ્રેમ જે હંમેશા એમને બાંધી રાખે છે