*Beautiful Life Lessons*
▪ *કમાવા જઈએ ત્યારે...*
૧ કરતા ૨ મોટો ગણાય;
*સ્પર્ધામાં હોઈએ ત્યારે...*
૨ કરતા ૧ મોટો!
▪ *દુખ ઘણુ છે* એમ ના કહો,
*સહનશક્તિ ઓછી છે* એમ કહો..
▪ *સહેતા* આવડી જાય, તો...
*રહેતા* પણ આવડી જાય છે…
▪ *આવક* પૂરતી
ન હોય ત્યારે *ખર્ચમાં*
અને *જાણકારી* પૂરતી
ન હોય ત્યારે *ચર્ચામાં*
*મર્યાદા રાખવી...*
▪ *મફતમાં* તો કુદરતે પણ,
કાંઇ જ નથી આપ્યું
*એક શ્વાસ* લેવા માટે પણ,
*એક શ્વાસ* છોડવો પડે છે.
▪ એક જ *ભવમાં* અનેક
*અનુભવ* કરાવતી જિંદગી...
▪ *કિનારે* પહોંચવું
એટલું સહેલું નથી,
અહીં, *સાગરના મોઢે* પણ
ફીણ આવી જાય છે.
▪ *મજબૂત થવાની મજા*
ત્યારે જ આવે જ્યારે,
દુનિયા, *કમજોર કરવા*
*જોર* કરતી હોય.
▪ *ભણતી વખતે* જેટલી
*પરીક્ષા* નહોતી આવતી એટલી
*ભણી લીધા પછી* આવે છે,
એ પરીક્ષાનું નામ છે, *"સંસાર"*