શુભેચ્છા સગાઈ ની
______________
કોઇક શુભ ઘડી એ પ્રભુ એ ભવ્ય - જૈની ની જોડી બનાવી હશે,
આજ સિક્કો સગપણનો ધરી,કલ્પનાબેન દિપ્તીબેન નાં હ્રુદય વણાઈ જશે.
તમારા શ્વાસે શ્વાસે ભરેલી દીવડી, અમારા ઘર નો ચિરાગ બની જશે,
ખીલેલી કળી તમારા પારણા ની, અમારા બારણાં નું તોરણ બની જશે,
છે કુંપળ તમ આંગણાની , અમારો તુલસી ક્યારો બની જશે,
તમારા આંગણા ની પા - પા પગલી, અમારા કુમકુમ પગલાં થઈ જશે.
ગુંદાલા નું આ ઝરણું તમારૂં ' સમગોગા ' ની સરીતા બની જશે,
છેડા અને ગાલા પરીવાર વચ્ચે ' જેની ' સેતુ બની જશે.