હું કાંઈક છું, ચાલ ને આજે એ વિચાર ને જ લાત મારીએ,
એ અભિમાન ને જ આજે પકડીને ધુળ ચટાડીએ.
આંગળી સામે એક કરતાં,ત્રણ તો આવીને મને જ મળી,
શું નઈ જોતી હોવ એને જ જે મુજ થી આગળ ચડી.
કાળા મારા માનસ ને ઘસીને ધોળુ કરવું છે,
નજર ના કોઈ મિલાવી શકે એટલું ઉજાગર કરવું છે.
ઉઠીશ પણ હુ,જરુર પડે જુકીશ પણ હુ,
પકાશ નો ધોધ વહાવા સુયઁ બનીશ પણ હુ.
બસ દિવડા પેટાવી એ અંધકારને લાત મારવી છે,
પતન થાય એ પહેલા રાત્રીને દિવસ બનાવી નાખવી છે.
#લાત_મારવી