પર્યુષણ આવ્યા આંગણે.....
_____________________
શેરી વળાવી સજ્જ કરું, મન નાં તોરણો ને હ્રુદય માં બંધાવી લઉં,
અવસર આવ્યો અમ્ ઘરે,પર્વ પર્યુષણ ને વધાવી લઉં,
અઠ્ઠાઈ, ઉપવાસ નાં તપ કરતા મોઢા પર માસ્ક લગાવી લઉં,
તન - મન નાં ભક્તિ ભાવ થી,જીવન ને સાંભળી લઉં.
સાધુ,સંતો ની ઘણી કૃપા,એમના શબ્દો ને જીવન માં ઉતારી લઉં,
આ ભવ નાં જીવન ને શકય એટલું સેનીતાઇસ કરાવી લઉં.
મોહ,માયા,ક્રોધ,લોભ નો કોરોના ભયાનક છે,મુજ મન - હ્રુદય ને તેના થી ડિસ્ટન્સ કરાવી લઉં,
આવ્યા, આવ્યા પર્યુષણ આંગણે એને ચોખા થી વધાવી લઉં.