Gujarati Quote in Poem by Kiran Rathod

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારું મને શરમાઈ ને જોવું,
મારે મન એ વરસાદ છે.!

તારું બેમતલબ સ્મિત કરવું,
મારે મન એ વરસાદ છે.!

ગુસ્સે માં તારું મને આમ વઢવું,
મારે મન એ વરસાદ છે.!

તને આમ બસ નિહાળ્યા કરવું,
મારે મન એ વરસાદ છે.!

તારું અચાનક મને આમ સ્પર્શવું,
મારે મન એ વરસાદ છે.!

હોય જો ભૂલ મારી ને તારું માફી માંગવુ ,
મારે મન એ વરસાદ છે.!

આપણી અંગત વાતમાં તારું આમ શરમાવું,
મારે મન એ વરસાદ છે.!

નાની નાની વાતો માં તારું આમ રૂઠવું ને મારું તને મનાવવું,
મારે મન એ વરસાદ છે.!

તારું નાહી તારા કેશુ ને સવારવું,
મારે મન એ વરસાદ છે.!

હું હોઉં ઘરમાં ને તારું વરસાદ માં આમ ભીંજાવું,
મારે મન એ વરસાદ છે.!

તું મને ચાહે આમ જ ને મારું પણ તને ચાહવું,
મારે મન એ વરસાદ છે.!

Gujarati Poem by Kiran Rathod : 111536965
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now