Gujarati Quote in Poem by Het Bhatt Mahek

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"એ કોણ છે?"
જે અદીકો રહી કરે છે,  વાસ માનવ અંતરે,
શ્વાસમાં  ધડકે છે થઈને ચેતના એ કોણ છે?

સૂર્ય થઈને કોણ અજવાળે છે આ આખું જગત,
રોશની  થઇ ઝળહરે છે, ચન્દ્રમાં  એ  કોણ છે?

કોણ? વર્ષા થઈને વરસે છે આ આખા વિશ્વમાં,
વાદળોમાં જે કરે છે ગર્જના એ કોણ?.

કોણ શણગારે છે આ સૃષ્ટિને લીલીછમ કરી,
રૂપને સૌરભ ભરે છે ફૂલમાં એ કોણ છે?

એક નાનું પાપ કરતા પણ હદય અચકાય છે,
ડંખ જેવી દિલને દે છે વેદના એ કોણ છે?
હેત

Gujarati Poem by Het Bhatt Mahek : 111536932
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now