ભલે તારી મારી વચ્ચે અંતર ઘણું છે
પણ દિલ થી તો સદાય તું મારી સાથે જ વસે છે....
ભલે તારા ખભે માથું મૂકી આકાશ જોવું મારુ નસીબ નથી
પણ આપણે એ આકાશ નીચે તો સાથે જ છીએ ને....
ભલે તારા હાથ માં હાથ નાખી આ રસ્તા પર ચાલવું શક્ય નથી
પણ આપણા બંને ના રસ્તા ની આ મંજિલ તો એક જ છે ને....
ભલે તૂટતાં તારા ને સાથે જોઈ માંગ સાથે કરવી અઘરી છે
પણ મારી એ માંગ માં હંમેશા તું જ હોઇશ એ નક્કી છે.....
ભલે આ વરસાદ ની બૂંદો સાથે એકબીજા ને માણવું મુશ્કેલ છે
પણ એ વરસાદ ની બૂંદો માં તો તું જ દેખાય છે મને....
ભલે જીવન ની દરેક પળ તારી સાથે માણવી હકીકત નથી આપણી
પણ જીવનની પળેપળ તને યાદ કરી તો માણતા શીખી છું.....
⁃ પર્લ મહેતા