માઈક્રો ફિક્શન વાર્તા :: કર્મફળ
"કરેલા કર્મ કદી ફોગટ જતા નથી. તું ઈશ્વર પર ભરોસો રાખ. કર્મફળ એક દિવસ ચોક્કસ મળે જ છે." આ વાત પોતાના મિત્ર રમણને બરાબર સમજાવીને કમલ પોતાના ઘરે ગયો. રસોઈમાં થોડું નમક કમ લાગવાથી ભરેલા ભાણાનો ઘા કરીને પત્ની પર હાથ ઉગામ્યો.
બે-ચાર વર્ષ પછી પથારીમાં પડેલા કમલની ખબર પુછવા રમણ આવ્યો, "કમલ, તારી તબિયત કેમ છેલ્લા છ મહીનાથી વધુ ને વધુ બગડતી જાય છે?"
કમલ કંઈ જવાબ ન આપી શક્યો. પલંગથી દૂર ઉભેલા એની માતાએ મનોમન જ કહ્યું, "કર્મફળ તો અહીં જ ભોગવવા પડે છે."
તેજલ વઘાસીયા
#કર્મ