Gujarati Quote in Story by Krutika Gandhi

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મોહનભાઇ પોતાની એસ. જી. હાઈવે સ્થિત એ.સી. ઑફિસ માં થી નીકળીને ઘડિયાળ ના કાંટા સામે જોઈ રહ્યા અને અગત્ય ની મિટિંગ માટે ક્લાઈન્ટ ની ઓફિસ પહોંચવા માટે કટોકટ સમય છે એમ વિચાર કરી રહ્યા હતા ત્યાંજ ડ્રાઈવર પાર્કિંગ માં થી ગાડી લઈને એમની સામે આવ્યો. મિટિંગ ના મુદ્દા વિચારતા તે અન્યમનસ્ક જ ગાડી માં બેઠા. થોડેક આગળ જતાં જ ડ્રાઇવર એ બ્રેક મારી ને લોકો ની ભીડ જોઈને એમની વિચારવાની ગતી થંભી. આગળ જોયું તો એક મેલા કપડાં માં માજી ગરમી ને કારણે ચક્કર આવી જવા થી જમીન પર પડેલા હતાં. તેમને ક્લાઈન્ટ મિટિંગ માટે મોડું થઇ રહ્યું છે એવો વિચાર મન માં આવ્યો ન આવ્યો અને તેમની અંદર રહેલો માનવી જીતી ગયો. ડ્રાઈવર ની મદદ થી માજી ને ગાડી માં સુવાડી ને નજીક ની હોસ્પિટલ માં પહોચાડ્યા. રસ્તા માં ક્લાઈન્ટ ની માફી માંગતા મિટિંગ નો સમય બદલવા તેમને રાજી કર્યા.

હોસ્પિટલ માં માજી ને તરત સારવાર મળી અને તે સ્વસ્થ થઈ રહ્યા હતા તેવાં માજ મોહનભાઇ નો ફોન રણકી ઉઠ્યો. સામે છેડે મુંબઇ સ્થિત પુત્રી તેમને કહી રહી હતી કે રોડ ક્રોસ કરતા આજે તે લપસી પડી અને ખૂબ વાગ્યું હતું પણ ગાડી માં પસાર થતા સજ્જન એને દવાખાને લઇ આવ્યા હતા અને હવે તે સ્વસ્થ છે.

મોહનભાઇ તો બસ સામે લાગેલી કુરુક્ષેત્ર ની છબી અને નીચે લખેલો શ્લોક વાંચી રહ્યા..

"કર્મણ્યે વાધિકારસયે માં ફ્લેષુ કદાચન.." - તારો અધિકાર માત્ર કર્મ પર છે .. ફળ પર કદાપિ નહીં..
#કર્મ

Gujarati Story by Krutika Gandhi : 111535536
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now