આજ ભૂલથી જુના ચોપડાનું છેલ્લું પાનું ખુલી ગયું,
મારા હસ્તાક્ષરમાં છુપાયેલું એનું નામ મળી ગયું !!
અધૂરા પ્રેમની તો બસ વાત રહી જાય છે,
રાધા બનો કે મીરાં બસ યાદ રહી જાય છે !!
પ્રેમ કરીને પોતાનું અસ્તિત્વ ભુલાવી ચુકી છું,
નથી નીકળતા આંખમાંથી આંસુ એટલુ જ નહિ
પણ પોતાને તારી યાદમાં વારંવાર રડાવી ચુકી છું !!
સતત ઝઘડતાઓ વચ્ચે દિલ અને દિમાગમાં
એક તને યાદ કરવા અને એક તને ભૂલવા !!
યાદોનો વનરાવન આવ્યો સંગ લઈને છાંટણા સ્મૃતિઓનાં,
પલળશું પૂરેપૂરાં સાવ સમુરાં અધકચરી ભીનાશ હવે પરવડે નહીં !!