આજે લોકડાઉન થયું તેને આશરે ત્રણેક મહિના થવા આવ્યા છે,હવે હું રાહ ના જોઇ શકું મારે મારી બુકસ લેવા હોસ્ટેલ જવું જ પડશે....હું મારી જીદ પકડીને બેઠી હતી,મમ્મી નથી જ માનવાની મને ખબર હતી.પણ છતાં હું અઠવાડિયા માં એક વાર પ્રયાસ કરું.
મમ્મી તું નહિ જવાદે તો હું યુનિવર્સિટી એક્ઝામ માં પાસ નહિ થાવ!!
મારી છેલ્લી દલીલ,મારું બ્રહ્માસ્ત્ર કહી શકાય આમતો પણ તે પણ વ્યર્થ નીવડ્યું!!
મમ્મી નો ઓર્ડર આવ્યો તું એક વરસ ફેલ થઈશ તો ચાલશે પણ હું તને આમ કોરોના માં ક્યાંય નહિ જવા દઉં.મારો ઉદાસ ચહેરો જોઈને તે આગળ બોલી,એવું લાગે તો સ્ટેશનરી માંથી નવી બુક્સ લઇ આવીશુ બેટા પછી પ્રેમ થી મને પોતાની છાતીએ લગાવી દીધી..
પછી શું???વધારે નાં વિચારો. તેનાં નિઃસ્વાર્થ પ્રેમ સામે હું હારી ગઇ,અને ફટાફટ બુક્સ ની સોફ્ટકોપી ડાઉનલોડ કરી વાંચવા બેસ ગઈ કારણ કે મારી મમ્મી ને ભલે ચાલે પણ મારે નાં ચાલે પાસ થયા વગર .......
કદાચ એ મને મારા કરતા પણ વધારે પ્રેમ કરતી હતી અનકન્ડીશનલ વાળો😉😉................