તારા વિચારોમાં ઘણું લખાઈ જાય છે..!
વારે વારે મો પર તારું નામ આવી જાય છે..!
એ સુંદર મુલાકાતો યાદ આવી જાય છે..!
પ્રેમ ભરી એ પળો યાદ બની સતાવી જાય છે..!
બેઠો હોવ ત્યારે તારા ખ્યાલો માં ખોવાઈ જાય છે..!
નામ લખવા જાવ ત્યારે તારું નામ લખાઈ જાય છે...
એકલતા માં બસ તારી ખોટ વર્તાવી જાય છે..!
બસ તું જ સાથે છે એવો અહેસાસ થઈ જાય છે..!
જીત ગજ્જર