પલ્લવ અને પ્રીતિ ના લગ્ન ની પંદરમી વર્ષગાંઠ ના દિવસે જીવન નો બીજો અધ્યાય બંને એ બે સુંદર બાળકો સાથે પોતાનું શહેર છોડી ને મુંબઇ આવીને શરૂ કર્યો. આર્થિક ઉન્નતિ ની શોધ માં આવેલો પરિવર નવા શહેરમાં ગોઠવાતો હતો. બાળકો ને તો શાળા માં નવા મિત્રો મળી ગયા અને પલ્લવ પણ નવી નોકરી માં અને નવા વર્તુળ માં વ્યસ્ત રહેવા લાગ્યો. પ્રીતિ એ પણ નોકરી શરૂ કરી દીધી હતી પણ તેને પોતાનો પરિવાર અને મિત્રો ની ખૂબ ખોટ સાલતી હતી. તેમ છતાં તે પરિવાર ને ખુશ રાખવા પોતે ખુશ રહેવા લાગી.
તેવામાં બાજુ માં રહેતા દંપતી સાથે ઓળખાણ થઈ. મિતેષ, મીના અને તેમના દીકરો જોતજોતા માં પલ્લવ અને પ્રીતિ ના પરિવાર સાથે હળી મળી ગયા અને ફોન નંબર ની આપ લે થઈ અને થયો વહાટ્સ એપ નો સિલસિલો શરૂ.
મીના ના સમયાંતરે માત્ર પલ્લવ પર મેસેજ આવતા અને હવે તો જ્યારે પણ બંને પરિવાર મળતાં ત્યારે મીના પલ્લવ ની બાજુ માજ બેસતી. મેસેજ માં પણ પૂર્ણવિરામ ની જગ્યા દિલ આકાર ના ઇમોજી એ લીધી. પ્રીતિ એ આ બધું જોયું અને પલ્લવ સાથે વાત કરી. પલ્લવે તો આ બધું આજ કાલ કાંઈ મોટી વાત નથી અને મોટા શહેરો માં આવુજ હોય એમ કહીને પત્ની ની વાત કાને ધરી નહીં. મીના ઘણા વર્ષો ના એકધારા લગ્ન જીવન થી બોર થઈને માત્ર થોડો રોમાન્ચ શોધી રહી હતી અને એને મન તો આ બસ એક ઠઠ્ઠો હતો પણ આ ઠઠા માં પ્રીતિ ની માનસિક પરિસ્થિતી અને એના લગ્નજીવન ના પ્રાણ લેવાઈ રહ્યા હતા...
#ઠઠ્ઠો