દોસ્તીનું બીજ તો રોપીને તો જુઓ,
લાગણીના ફૂલો જરૂર ખીલશે ક્યારામાં,
દેવી છે એટલી ખુશી તને કે,
ના કોઈ ફરક રહે મારામાં કે તારામાં.
તરસ તો હવે છિપતી નથી,
પાણી ગ્લાસમાં હોય કે નદીમાં કે ધારામાં.
દરિયો છું પ્રેમનો ડૂબી તો જો,
ઘણા રત્નો મળશે તને ઊંડે અંધારામાં.