તને પ્રેમથી જોવા ને કરી આંખો બંધ...
જાણે અષાઢે ભીની માટી ની સુગંધ...
પ્રથમ સ્પર્શનું એ ભેજ ભર્યુ ચુંબન...
જાણે આખા શરીરે ગાજતું કંપન...
લલચાવે તારા મળવાનો એ આનંદ...
શરું થયો પ્રીતમ આ સંબંધ અકબંધ...
મારા હાથ મા તારો હાથ આ આપણો સંબંધ...
બસ આખો ખુલ્લી ને યાદ આવ્યું...
તને પ્રેમથી જોવા ને કરી આંખો બંધ...
જાણે અષાઢે ભીની માટી ની સુગંધ...
પ્રેરણા...