* બંદ બારણે *
ભેગુ કરવાની લાયમાં ભોગવવાનું ભૂલી ગયો
મોકો હતો મજાનો પણ તું રોજ ચૂકી ગયો
હવે વગર વોરંટે એક દિ ભગલો ઉપાડશે
પછી તારો ઢગલો પેલો બગલો બગાડશે
ભવિષ્યની ભાગદોડમાં ભટકવાનું ભૂલી ગયો
ને ,રળવાની માથાકૂટમાં મળવાનું ભૂલી ગયો
કર્યા કરમના આધારે કોક બેઠા બોલાવશે
બાકી ખર્યા પછી ખાખ તારી વાયરો ઉડાડશે
જીવતો રયો કે જીવ્યો એનો તાળો મારવાનું ચૂકી ગયો
મહેનતનું હતું કે મફતનું એનો ગાળો રાખવાનું ચૂકી ગયો
માથે ઉપાડી ફર્યા ને મૂકી બધું મર્યો
અંત જોયો આગળ એટલે હવે ડર્યો
બંધ બારણે બહુ રમ્યો પણ હવે દરવાજો ખુલી ગયો
ભેગુ કરવાની લાયમાં ભોગવવાનું ભૂલી ગયો. --nag