કવિ દાદ....🙏
પૃથ્વી તણો પિન્ડો કર્યો એ રજ લાવતો કયાંથી હશે ?
જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો કયા હશે ?
આકાશ ના ઘડનાર ના ઘર ને ઘડ્યા કોણે હશે ?.
અને આકાશ ની માતા તણાં કોઢા કહો કેવડા હશે ?
કાળી કાળી વાદળી નો ગોવાળ કેવો કાળો હશે ?
વિણ આચળે દોહનાર એ ગોપાલ બેઠો કયા હશે ?
છેતરે નહીં છેતરાઈ ના અબજો નો આડતિઓ દીસે સોના હિસાબો એ શેઢીયો કેવો હશે ?
જગ ચોર બુટા ભર્યા .. ક્યારે કિનારી છાપ શે ?.
અને ઘેર બીબા કહો કેટલા હશે ?
એ રગબેજ બેઠો કયા હશે ?
કાગ સર્જક સર્પ નો કેવો કઠિન ઝેરી હશે ?
પવન ને સુગંધ પ્ સવાવતો એ લાડીલો કેવો લેહરી હશે ?
એ જાણવા જોવા તની દિલ ઝખના ખટકી રહી
બ્રહ્માંડ મા ભટકી અને અંતે મતી અટકી ગઈ..