ફુલરુપી એક રત્ન ખીલ્યુ છે આંગણે,
મારી આત્મા નો અંશ એ,અનેરો એનો રંગ,
શમણાં નુ એ બીજ રોપાયું મારા પટાંગણે,
મૃગજળ ની જેમ ભાસતું,
નદી ની જેમ એ દોડતું,
મહેલો ના આકાર જેવું રચાયુ છે આંગણે,
મેઘધનુષ નાં સાત રંગો જેવું,
કુદરતની કરામત જેવું,
રત્નરુપી એ પુષ્પ સોળે કળાએ ખીલ્યું છે મારા આંગણે.
હા,અમૃતનો એ ઓડકાર આવી ગયો છે મારા આંગણે.
#રત્ન