એક સોની અમૂલ્ય રત્નો લઇ બજારમાં પાણીના ભાવે વેચવા નીકળ્યો,
કેમકે સસ્તા હતા કોઇ એકે પણ કદર ના કરી!
ખબર નહીં કેમ પરંતુ તેણે બધા રત્ન મફતમાં અલગ અલગ લોકોને વંહેચી દીધા
હજી પણ લોકોને સાચી કિંમત ખબર ના પડી અને ઘણા બધા લોકોએ તે ગુમાવી દીધા
એક દિવસ બીજા ગામથી નવો સોની આવ્યો તેણે રત્ન ની સાચી કિંમત ખબર પડી અને લોકોને સમજાવી પણ ત્યાં સુધીમાં તો માત્ર એક બે રત્નજ બચ્યા હતા,
કેટલાક અફસોસ કરી આગળ વધી ગયા,
તો કેટલાક રડવા બેઠા
જેની પાસે રત્ન હતા તે ખુશ થઈ નાચવા લાગ્યા.
પહેલો સોની તે ઇશ્વર
રત્નો તે મા બાપ, ભાઇ બહેન ,મિત્રો, સંતાનો, સગાસબંધી, પુસ્તકો, આસપાસ ની કુદરત અને બીજું પણ ઘણુ બધુ
બીજો સોની તે સમય
સમય સમજાવે તે પહેલા સમજણ આવે તો તે સમજણ પણ રત્ન સમાન
ચલો પ્રયત્ન કરીએ આપણી આસપાસના રત્ન ઓળખી તેને યોગ્ય બનવા પ્રયત્ન કરીએ
#રત્ન