Gujarati Quote in Microfiction by HARVISHA SIRJA

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

                    ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો હતો,પરિધી બારી પાસે ના ટેબલ પર એના મમ્મી સાથે બેસીને ચા ની ચુસ્કીઓ લઇ રહી હતી.બાજુમાં પડેલા રેડિયોમાં ધીમા ધીમા સરસ ગીતો વાગી રહ્યા હતા.........

       તું જાને ના....ફ્રોમ અજબ પ્રેમ કી ગજબ કહાની,  ફરમાઈશ કરી છે .....આગ્રા  થી જુહી,કેતન,રાહિ,ગુંજન, મુંબઈથી રાજીવ,રીહાન,....

રીહાન!!

આ નામ સાંભળતાં જ પરિધી ચમકી!

પોતાનો ફોન લીધો,નોટિફિકેશન બાર માંજ રીહાન ના મેસેજનું નોટિફિકેશન હતું.

તે મુસ્કુરાઇ,મેસેજ ઓપન કરી વાંચવા લાગી..

   હેલો પરિ,શું કરે??

પરિધી એ જવાબ આપ્યો કે,"કઈ ખાસ નહીં,મમ્મી સાથે બેસી રેડિયો સાંભળી રહી છું અને ચા...."

પેલું ગીત વાગી રહ્યું હતું...

कैसे बताये क्यूँ तुझको चाहें, यारा बता न पाएं
बातें दिलों की, देखो जो बाकी, आँखें तुझे समझाएं       तू जाने ना…तू जाने ना…....

મેસેજ આવ્યો..ઓકેય,તને યાદ છે,તારા પાપા એ મમ્મી ને એક ગીતથી પ્રપોઝ કર્યું હતું???

પરિધી હસી હા,યાદ છે.

ફરી મેસેજ આવ્યો,"અત્યારે  એજગીત આવ્યું સાંભળે છે તું??"

"હા, હું સાંભળું છું..શું એ તારું પ્રપોઝલ છે??"પરિધી એ પૂછ્યું

હા,રીહાન એ જવાબ આપ્યો....

સાચે!!

હા,સાચું કહું છું....પરિ, વિલ યૂ એનોય મી ટીલ માય લાસ્ટ બ્રિધ???..

આ વાંચી પરિધી નું હ્રદય એક ધબકારો ચુકી ગયું......

તે મુસ્કુરાઈ અને કહ્યું,તને કાલે રેડિયો પર જવાબ આપીશ હું......

ફરી મેસેજ આવ્યો,"ઈંતજાર રહેગા!!!!"

પરિધી એ જવાબ ન આપ્યો ફક્ત કલાકો સુધી મુસ્કુરાતી રહી અને રેડિયો સાંભળતી રહી..........આજની ચા માં તેને અલગ જ સ્વાદ આવી રહ્યો હતો.......

Gujarati Microfiction by HARVISHA SIRJA : 111533288
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now