તમને શું ખબર શું દશા થઈ છે?
સ્થિતિ 'સુડી વચ્ચે સોપારી' થઈ છે.
રાજકારણની રમાય છે સંતાકુકડી ને,
પ્રજા દ્વારા સરકારની વાહ વાહ થઈ છે.
ક્યારેક રામ મંદિર તો ક્યારેક મસ્જિદ,
એ પાયા પર સરકારની ઇમારત થઈ છે.
ઈસુ ને પણ વધ સ્તંભે ચઢાવી દીધા
નિર્દતાપૂર્વક, પછી તેમની જ પૂજા થઈ છે.
#ઈસુ