પાનખરમાં વૃદ્ધ પાનનું ખરવું વિધાતાના લેખ છે
પણ અકાળે કૂંપળને કેમ વસંતનો ભાર લાગે છે
ઊંચા મેહેલો થઈ ગયા છે ખંડિત ખંડેર દોસ્તો
માનવને હવે ડગે ડગે મરણનો આભાસ લાગે છે
ધરતીના પ્રદૂષણ ભોગે વિકાસ ઝંખે છે માનવ
પૃથ્વિનો પ્રકોપ જુવો ભૂકંપનો આંચકો લાગે છે
પથ્થરો ફેક્યા માનવે જળના વલયો વિસ્તર્યા છે
આ રૂઠેલી કુદરતથી તીખા પાણીનો માર લાગે છે
કોરોનાકાળ માં ભગવાનને આજીજી કરે છે સૌ
ભુતકાળે વધસ્થંભને પણ ઈસુનો ભાર લાગે છે
#ઈસુ