Gujarati Quote in Poem by mansvi nayak

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" બા ના ચશ્માં "
જે દિ' થી જોયાં બા તમને,
તે દિ' થી કંઈક નવા ભાળ્યા તમને.
તમે વારંવાર એને સરખા કરો,
કાં એને સાફ કરો , કાં ઉંચે ચડાવો.
બાળ શું સમજે ??
જાણે બા રમે રમકડાં થી ....
હું પણ બાળસહજ રમવા માગું,
તો તું મુજ થી છુપાવતી.
પછી જાણ્યું કે આ તો ,
બા ની નવી આંખ.
તારી આ આંખોમાં જ તારી દુનિયા સમાણી,
એ વાત મેં સુપેરે જાણી.
તારી એ આંખો થી અમે દુનિયા ભાળી,
રામાયણ , મહાભારત ની કથા જાણી,
પરીલોક ની સૈર માણી.
તું એને જીવ ની સમે સાચવે ,
મેં પૂછ્યું , 'બા તને તારી આંખો વહાલી કે હું વહાલી ?'
તે જવાબ વાળ્યો , ' દિકરી,એ આંખો થી તુજને ભાળી,
તેથી તો તું મુજ ને વહાલી.'

મનસ્વી નાયક (મન)

Gujarati Poem by mansvi nayak : 111532686
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now