Gujarati Quote in Microfiction by Pradip Gajjar

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાચી ખુશી !

અરે યાર,, આજે ફરી રેન્ન કોટ ભૂલી ગયો ! સપના આપતી હતી પણ મે ક્યારે એની વાત માની છે તે આજે માની લઉં .,
ખરેખર મારા નસીબ જ ખરાબ છે યાર "હે ભગવાન મારે નીકળવાનું થાય ત્યારેજ કેમ દરેક વાર વરસાદ આવે છે કોઈ દુશ્મની છે મારી સાથે ?" આવું બધું મન માં બોલતો પ્રણવ રસ્તા પર અમુક લોકો જ્યાં બસ સ્ટોપ પર ઊભા હતા ત્યાં આવી ને ઉભો .થોડીવાર મોબાઈલ સાફ કરતો ને આજુ બાજુ બધા ને જોવા લાગ્યો .બધા દોડી ને એક સાઈડ આવતા હતા બધા ના હાથ માં છત્રી હતી ને અમુક એ માથા પર ખુદ ના જ હાથ રાખ્યા હતા વરસાદ થી બચવા માટે .પ્રણવ આ બધું જોઈ રહ્યો હતો ત્યારે એની નજર એક ૪ વર્ષ ની નાની છોકરી પર પડી એકદમ નિસ્વાર્થ ભાવ એ પોતાના નાજુક હાથો થી વરસાદ ની દરેક પળ ને ઝીલી રહી હતી એક એક ટીપા ને તે ખુલા હાથે પકડી ને ખુદ ના ચહેરા પર ફેક્તી હતી એને વરસાદ થી કોઈ વાંધો નોતો જેમ આ બધા પ્રોફેશનલ લોકો ને હતો .પ્રણવ ને ભાન થયું કે આજે આટલું વસાવી લીધા પછી જિંદગી ની જે અણમોલ સ્મૃતિ છે જે સાચી ખુશી છે એ બધા એ ગુમાવી દીધી છે ....તે પણ પલાળવા નીકળી ગયો એની સાથે ...એક મુસ્કાન સાથે ..

પ્રદીપ ગજ્જર✍️

Gujarati Microfiction by Pradip Gajjar : 111532435
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now