Gujarati Quote in Motivational by Kalpesh Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો,
આપણી પેઢી બે અંતિમો વચ્ચે જીવેલી પેઢી છે..!
જો તમે 1950 થી 1980 વચ્ચે જન્મેલા હો તો એક યુગમાં બે યુગ જીવ્યા છો.! સમજણ પડી કે...?તો મને ખાતરી છે કે તમે આ લેખ પૂરેપૂરો વાંચશો જ...!
*આપણે તો ગામડાની મોજ પણ માણી છે અને શહેરની હવાય ખાધી છે. આપણે દીવા ફાનસવાળો યુગ પણ જોયો છે તો અત્યારનો કોમ્પ્યુટર-મોબાઇલ વાળો સમય પણ માણ્યો છે.! આવો, નવરાં બેઠાં હળવાશથી એ જૂની યાદો તાજી કરીએ.....!
*આપણે દેશી નળિયાવાળા મકાનોની ઠંડક માણી છે તો હવે હાઇરાઇઝ બહુમાળી, લિફ્ટ,AC વિગેરે નો લહાવો પણ લીધો છે!
* થીગડાવાળા કપડા પણ પહેર્યાં છે તો હવે જિન્સ,ફેશનેબલ કપડા, શૂટ પહેરવાનો અનુભવ પણ કરી લીધો.!
*આપણે ગામડાની દેશી રમતો- ગિલ્લી દંડા, દોડપ, થાપો, ધમાલ ગોટો, આંધળો પાટો, લખોટી, કુંડાળા, મીની ઠેકામણી વિગેરે રમ્યા અને હવે ક્રિકેટ મેચની મજા પણ માણી,વિડીયો ગેમ પણ જોઇ લીધી...! ઓનલાઇન રમતો પણ રમી લીધી..!(ત્યારે આઉટડોર હતું, હવે લગભગ ઇન્ડોર...!)
* આપણે નદી-તળાવમા નાહવાની મજા લીધી અને વૉટર પાર્કનો અનુભવ પણ કરી લીધો..!
*આપણે સાઇકલના બે ડાંડિયા વચ્ચે પગ નાખી ભાડે સાયકલ પણ ચલાવી અને હવે પોતાનાં ટુ વ્હીલ, ફોરવ્હીલની મજા પણ માણી અને પ્લેનની મુસાફરીનો લ્હાવો પણ લીધો.!
*દીવા-ફાનસના અજવાળે લેશન કરતાં અને હવે LED લાઇટ તથા ચકાચોંધ રોશનીના અજવાળા પણ જોયા..!
* આપણે ગામડામાં ભજવાતી ભવાઇઓ ,કાન-ગોપી, ભજનો, નાટકો વિગેરેનો આનંદ માણ્યો, મદારીના ખેલ પણ જોયાં (એય જંબુરા, આવીજા...... કાળો કાઢું કે કાબરો...! યાદ છે?) , નટ નાં અંગ કસરતના કરતબો પણ જોયાં , નાટક મંડળી દ્વારા ભજવાતાં નાટકો પણ જોયેલા, રામલીલા ભજવતી મંડળીઓ પણ જોઈ, બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો પણ જોઈ,તો હવે સ્માર્ટ ટી.વી.ના પડદા પર મનગમતાં કાર્યક્રમો, ફિલ્મો, સિરિયલ વિગેરે નો લ્હાવો પણ લઈએ છીએ..!
*આપણે રસ્તાં પર દુકાન ખોલીને રાડો પાડીને પ્રચાર કરતાં અને દાંત કાઢીને , ચોખટા બનાવી દેનાર અને દંતમંજન વેંચતા દેશી દંતડોકટરો પણ જોયાં, ફક્ત નાડી તપાસીને ફાકી કે ચૂર્ણ આપીને ઈલાજ કરનારાં દેશી વૈદ ની ફાકી પણ ખાધી અને હવે અત્યાધુનિક સુવિધાઓ થી સજજ હોસ્પિટલોમાં VIP સારવાર લઈને ખિસ્સું હળવું પણ કર્યું..!
* આપણે ગામડાની સરકારી શાળાનો લહાવો પણ લીધો, પાટી પેન થી એકડા ઘુંટેલ, દફતર એટલે સુતરાઉ કપડાની થેલી(એલ્યુમનિયમની પેટી તો સ્ટેટસ સિમ્બોલ ગણાતી...!),વર્ગ શિક્ષકને જોઈને ગલી માં સંતાઈ જતાં, કોઈ વખત અંગૂઠા પકડવા પડ્યા તો ક્યારેક સોટીનો સ્વાદ પણ માણ્યો ..! અને શહેરોની આધુનિક કોલેજોમાં Eng.med.ભણતરનો અનુભવ પણ કરી લીધો. અને છેલ્લે કોમ્પ્યુટરમાં હાથ પણ અજમાવી લીધો.! ઓનલાઇન રીપોર્ટીંગ પણ કર્યું..!
*આપણે ટપાલ, તાર સેવા નો સમય પણ જોયો, M.O.મોકલ્યાં અને છોડવ્યાં પણ ખરાં, ટેલિફોન માટે બુકિંગ કરાવવું પડતું અને ઓપરેટર તમને કોલ કરી ને વાત કરાવતાં, ડાયલ વાળા ફોન જોયા,STD PCO માં થી વાત કરવાનો રોમાંચ પણ અનુભવ્યો, થોડાં સમય માટે પેજર સેવા નો પણ અનુભવ કર્યો..... અને પછી આવ્યો મોબાઇલ યુગ.....! તો એમાં પણ પ્રાથમિક દરજ્જે Nokia વાળા- સાદા વજનવાળા ડબલાં... થી આજનાં આધુનિક એન્ડ્રોઇડ, સ્માર્ટ ફોન,Net.. Google...બસ,દુનિયા તમારાં હાથમાં...! બધુંય જોઈ લીધું.!
*આપણે ગામડામાં ગાડામા બેસી જાનમા જવાનો આનંદ પણ માણી લીધો, ક્યારેક ટ્રેકટર માં બેસીને પણ જાનો જોડાયેલ. લગ્ન પ્રસંગે યોજાતાં જમણવાર માટે અગાઉ સારથમાં જવું પડતું (બુંગણ અને નાડું લઈને )અને રસ્તા પર મંડપો બંધાતા,તો જાન નાં ઉતારા માટે કોઈનું સારું મોટું મકાન કે મેડીનો ઉપયોગ કરવામાં આવતો,(

Gujarati Motivational by Kalpesh Patel : 111532357
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now