* ભૂલ થઈ છે *_(કોરોના)
ક્યાંક ભૂલ થઈ છે,,,
ભૂલ થઈ છે તને સમજવામાં ને ઓળખવામાં
એમને એમ હતું કે તું હશે મંદિર ,મજ્જીદ કે દેવાલયમાં
પણ હવે ખબર પડી...
કે તું તો ક્યારનો ય કેદ હતો પિંજરા ને પ્રાણીસંગ્રાલયોમાં.
ભૂલ થઈ છે તને સમજવામાં ને ઓળખવામાં
એ આખી દુનિયા ફરતા ને વ્યસ્ત હતા સુંદરતા જોવામાં
પણ એમને શું ખબર...
કે તું ક્યારનો ય દટાયેલો પડ્યો છે ઉંચી ઈમારતો નીચે શહેરોમાં
ભૂલ થઈ છે તને સમજવામાં ને ઓળખવામાં
ખૂબ મજા લીધી,,તને,, ધારી-ધારીને મારીને ખાવામાં
પણ એમને શું ખબર...
એક બાજુ તુ જ તરફડતો હતો ને એ,,રોજ મોજ મસ્તી ને મજામાં
કુદરતની કરામત કહો,, કે કીટાણુ કોરોનાનો કહેર
જુઠ્ઠી દુનિયા,,તૂટ્યા દેશ,,કોણ તું ને કોણ હું,,અરે કેવા હોય શહેર
મળવાનો માહોલ ગ્યો ,, અડી તો જો,, શું થાય છે અડવામાં,,!!
હા ખરેખર,,,,, ભૂલ થઈ છે તને સમજવામાં ને ઓળખવામાં.-