એક વર્ષ 370 કલમ પર સુખડનો હાર ચડ્યો તેનું થયું છે...
એ સમયે મેં એક કવિતા લખી હતી તેનું પણ એક વર્ષ થયું...
કાશ્મીરના મુદ્દા ને પૂર્ણ સમર્થન સાથે....
એક ઉપખંડને ભારતમાં વિસર્જિત કરવા માટે...
હજારો જવાનોની શહાદતના તર્પણ માટે....
મુખર્જી અને સરદારના કાશ્મીરી પરના સપનાને પૂર્ણ કરવા માટે....
એક રાષ્ટ્ર, એક સંવિધાન, એક રાષ્ટ્રગાન અને એક ધ્વજ....
હું વર્તમાન સરકાર એમ જ આવનાર કોઈપણ સરકારનો તટસ્થ વિરોધી હોવાના સંબંધે, 370 નાબૂદ કરવા માટે સરકારનું સમર્થન કરી રહ્યો છું.....
મારો ધર્મ, મારો પક્ષ, મારા વિચારો, મારી જાતિ, આ તમામ પહેલા મારુ રાષ્ટ્ર પ્રથમ છે.....