Gujarati Quote in Romance by Viraj Pandya

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

 પ્રેમ એટલે?
 વણકહેવાયેલ શબ્દોનો અહેસાસ ,
 પામી ગયેલી આંખોની ચમક ,
 ખાલી પડેલી અંતરની કસક
 એક સૂની કેડી પરનાં પગરવ,
 ઝાડ પર કોતરાયેલું એક નામ,
 ભીની માટીની સોડમ,

 વધી ગયેલાં ધબકાર
 મિલન પૂર્વેની ઉત્કંઠા
 ઊના ઊના શ્વાસ,
 વધી ગયેલાં ધબકાર,
 ફરી આવવાની રાહ,
 વગર માંગે મળેલ વચનો,

 અપેક્ષા વગર મળેલી સોગાદ,
 વિચારોમાં મસ્ત રહેતી ઉદાસી,
 કારણ વગર ખુશ રહેતી જીંદગી,
 સહુથી સુખી હોવાનો ગર્વ
 કોઈની હૂંફમાં  ખુદની સલામતી,
 મારી મચડીને વ્હાલા થવાની વાતો,

 ક્યારેક અનુભવાતી અસલામતી,
 ગાલો પર વરસી ગયેલ ચુંબનો,
 રીસાયેલ  પરિસ્થિતિની મસ્તી,
 જુદા પડી જવાનો ડર,
 ખવાયેલી ચોકલેટનાં રેપર,
 નાની વાત પર થઇ ગયેલ ઝગડો,

ઓનલાઇન જોયે થયેલી અકળામણ,
વારંવાર કરાતા કોલ,
ટાઇપ કરી-કરી ડિલીટ કરાતા મેસેજ,
વારંવાર બદલાતા ડી.પી અને સ્ટેટસ,
અડધી રાતે વાંચેલ 'મીસ યુ'નો મેસેજ,
અકારણ આવી જતા આંખનાં આંસું,

અરીસામાં શોધાતું ખોવાયેલું પ્રતિબિંબ,
રાતની શાંતિમાં નિરભ્ર આકાશ,
વેરવિખેર થઈ ગયેલી જાત,
ખાલી પડેલો સૂનકાર,
વિહવળ મનની મીઠી આશ ,
જુદા થયા પછીનું દુઃખ,
  
 અંતે...
 પ્રેમ એટલે???
 આંસુઓમાં ડૂબેલી લાગણી,
 અસ્તવ્યસ્ત થયેલી સોગાત,
 આજ ભવમાં ખૂટેલી સાત ભવની વાત. 
       
-વિરાજ પંડ્યા.
 

Gujarati Romance by Viraj Pandya : 111531725
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now