Gujarati Quote in Blog by Kaushik Dave

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"મારા રામ જી"

મારા રામ જી ,તારા શરણે આવું છું,
દુઃખી જગતમાં હું વસુ છું, મદદ કરો રે,
મારા રામ જી...........
ઠોકર મારે છે આ દુનિયા ,મને ઉગારો રે,
મારા રામ જી, તારા શરણે આવું છું,

પાપી છે આ જગતમાં, હવે અંત આણો રે,
મારા રામ જી ,તારા શરણે આવું છું,

વિષ ભરેલી આ દુનિયા ને ,અમૃત આપો રે,
મારા રામ જી ,તારા શરણે આવું છું,

આશા નું તું કિરણ છે ,ઉજાશ દેખાડો રે,
મારા રામ જી ,તારા શરણે આવું છું,

કરુણા ના તમે સાગર છો ,હવે દયા કરો રે,
મારા રામ જી ,તારા શરણે આવું છું.

-@--કૌશિક દવે ના જય શ્રી રામ🙏🙏🙏

Gujarati Blog by Kaushik Dave : 111531538
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now